Sunday, 20 September 2020

રોબોટએ કરી કેન્સરની સર્જરી, ઓછા સમયમા થઈ દર્દીની રિકવરી

અમદાવાદ, તા. 20 સપ્ટેમ્બર 2020, રવિવાર

એક રોબર્ટએ ડોકટરની ત્રણ ટીમની સાથે મળીને કેન્સરના દર્દીની સફળ સર્જરી કરી. કોઇ કેન્સરના દર્દીની સારવાર રોબર્ટએ કરી હોય એવુ પહેલીવાર બન્યુ. રિપોર્ટ અનુસાર, આ અનોખા પ્રયોગના કારણે દર્દી ઓછા સમયમા રિકવર થઇ ગયો છે. 

બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાએ નોરફોક એન્ડ નોરવિચ યુનિવર્સિટી હોસ્પિટલના ડોકટરએ નિર્ણય કર્યો કે, સર્જરીના ત્રણ સ્ટેજ એક સાથે પૂરા કરવામા આવશે. જેના માટે ડોક્ટરોની ત્રણ ટીમ અને રોબોટએ એક જ સમયમા સર્જરીની પ્રક્રિયા શરૂ કરી. 

ડોકટરોએ એડવાન્સ રેકટલ કેન્સરથી પીડિત 53 વર્ષીય દર્દીની સફળ સર્જરીના કામમા આ રોબોટનો ઉપયોગ કર્યો. જેનુ નામ Da Vinci Si છે. રોબોટના ચાર હાથમા સર્જિકલના સાધનો આપવામા આવ્યા હતા અને તેમને ડોકટરને જોયસ્ટિક અને થ્રીડી સ્ક્રિનના માધ્યમથી કંટ્રોલ કર્યો હતો. આ રોબોટની 9.5 કરોડ રૂપિયા છે. 

આ સર્જરી જુલાઇ મહિનામા કરવામા આવી હતી, પરંતુ એના સાથે જોડાયેલી જાણકારી હવે પ્રકાશિત કરવામા આવી. સર્જરીમા કુલ 14 ડોકટરોએ ભાગ લીધો હતો. એક્સપર્ટનુ માનવુ છે કે, આ પ્રયોગથી આવનારા સમયમા કેટલાય ડોકટરોનુ એક સાથે ઓપરેશન કરવાનુ શક્ય બનશે. 

આ પહેલા એડવાન્સ રેક્ટલ કેન્સરની જટિલ સર્જરી અલગ-અલગ શિફટમા થતી હતી. એક ટીમ કામ પૂરા કર્યા બાદ બીજી ટીમ આ સર્જરીમા જોડાઈ છે. જેમા 12 કલાકનો સમય લાગે છે. પરંતુ એક વખતે 10 કલાકથી ઓછા સમયમા સર્જરી થઇ ગઇ. દર્દીને રિકવરીનો સમય પણ ઓછો લાગ્યો. પહેલા દર્દીને 21 દિવસ સુધી હોસ્પિટલમા રહેવુ પડતુ, પરંતુ હવે ફકત 7 દિવસમા જ રિકવર થઇ ગયા છે. 



source https://www.gujaratsamachar.com/news/science-technology/robot-surgeons-perform-first-of-its-kind-cancer-operation-slashed-recovery-time

Share this

0 Comment to "રોબોટએ કરી કેન્સરની સર્જરી, ઓછા સમયમા થઈ દર્દીની રિકવરી"

Post a Comment