નવી દિલ્હી, તા, 27 સપ્ટેમ્બર 2020, રવિવાર
સર્ચ એન્જિન Googleનો આજે બર્થ ડે છે. આ અવસરે ગૂગલ ખાસ ડૂડલ મારફતે પોતાનો 22મો જન્મદિવસ મનાવી રહ્યું છે. ગૂગલ ઓપન કરવા પર કલરફૂલ ડૂડલ જોવા મળી રહ્યું છે, જેના પર ક્લિક કર્યા બાદ સર્ચ રિઝલ્ટ પેજ પર રીડાયરેક્ટ થઇ રહ્યું છે. Google Doodle પર ટેપ કરવા પર શેર કરવાનું પણ ઑપ્શન આપવામાં આવ્યું છે. એટલે કે તેને ફેસબુક, ટ્વિટર અને ઇમેલ મારફતે શેર પણ કરી શકાય છે.
ડૂડલમાં Google ના તમામ અલ્ફાબેટ દર્શાવવામાં આવ્યા છે, જેમાં Google ના પ્રથમ અક્ષરને એક લેપટૉપ સ્ક્રીનની સામે રાખવામાં આવ્યો છે, જેની ચારેય તરફ ગીફ્ટ બોક્સ, એક કેક અને ટૉફીઓ પડી જોવા મળે છે. આ ઉપરાંત બાકીના પાંચ આલ્ફાબેટને એક ફ્રેમમાં દર્શાવવામાં આવ્યા છે.
આજે ગૂગલ વિશ્વભરમાં સૌથી મોટું સર્ચ એન્જિન છે અને તે 100થી વધારે ભાષાઓમાં કામ કરી રહ્યું છે. ભારતમાં પણ ગૂગલે ખુદને લોકલ લેવલ પર તૈયાર કર્યુ છે અને તેમાં કેટલીય ભાષાઓ ઉમેરી છે.
સર્ચ એન્જિન ગૂગલની શરૂઆત વર્ષ 1998માં કરવામાં આવી હતી. તેની સ્થાપના કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીના બે પીએચડી વિદ્યાર્થી લેરી પેઝ અને સર્ગી બ્રિને કરી હતી. લૈરી પેઝ અને સર્ગી બ્રિને ગૂગલના ઑફિશિયલ લૉન્ચ કરતાં પહેલાં તેનું નામ 'Backrub' રાખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે Google શબ્દ મેથ્સના શબ્દ Googolથી બનાવવામાં આવ્યું છે.
source https://www.gujaratsamachar.com/news/science-technology/google-22nd-birthday-google-doodle-know-how-it-started-in-1998-of-google-search-engine
0 Comment to "Google Doodle : ગૂગલ આજે મનાવી રહ્યું છે પોતાનો 22મો જન્મદિવસ!"
Post a Comment