નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર 2020, મંગળવાર
બૉલીવુડ ડ્રગ્સ કેસમાં એક પછી એક વ્હોટ્સએપ ચેટ સામે આવ્યા બાદ વ્હોટ્સએપની સિક્યોરિટી પર પ્રશ્ન ઉઠવા લાગ્યા છે. કેટલાય નિષ્ણાંતોએ સ્પષ્ટ શબ્દોમાં કહી પણ દીધું છે કે વ્હોટ્સએપમાં ચેટિંગ સમગ્રપણે સિક્યોર નથી. અંગત મેસેજોનો ખુલાસો થવો વ્હોટ્સએપના મેસેજ સુરક્ષિત હોવાના દાવાને ખોટા પુરવાર કરે છે. એટલે કે વ્હોટ્સેપનો દાવો હતો કે કોઇ પણ યૂઝરના મેસેજ કોઇ અન્ય વ્યક્તિ વાંચી શકતું નથી ખુદ વ્હોટ્સએપ પણ તે મેસેજ વાંચી શકે નહીં. વ્હોટ્સએપનો મેસેજ એનક્રિપ્ટેડ હોવાનો દાવો ખોટો સાબિત થઇ રહ્યો છે. વ્હોટ્સએપને લઇને છ મહત્ત્વની વાત છે જે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે.
- સુરક્ષિત નથી હોતું ચેટનું બેકઅપ :- WhatsAppના મોટાભાગના યૂઝર્સ પોતાના ઇ-મેઇલ આઇડી પર પોતાના વ્હોટ્સએપ ચેટનું બેકઅપ લેતા હોય છે, પરંતુ તમારી માહિતી માટે જણાવી દઇએ કે જેવું તમે તમારા વ્હોટ્સએપ ચેટનું બેકઅપ લો છો તેવું એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્ટ્શન ખત્મ થઇ જાય છે. ઉદાહરણ તરીકે જો તમારી ચેટ ગૂગલ ડ્રાઇવ અથવા આઇક્લાઉડ પર છે તો તે એનક્રિપ્ટેડ નથી એટલે કે સુરક્ષિત નથી.
- ટૂ ફેક્ટર ઑથેન્ટિકેશન :- વ્હોટ્સએપે પોતાના ગ્રાહકોને ટૂ ફેક્ટર ઑથેન્ટિકેશનની સુવિધા આપી છે જેની મદદથી તમે તમારા WhatsApp એપને છ અંકોના કોડથી સુરક્ષિત કરી શકો છો. તેનો ફાયદો એ થશે કે જેવું જ કોઇ એજન્સી અથવા કોઇ હેકર તમારા વ્હૉટ્સએપને ક્લોન કરવાનો પ્રયાસ કરશે તો તેને ટૂ ફેક્ટર ઑથેન્ટિકેશન કોડની જરૂર પડશે જે તમારી પાસે છે.
મેમરી કાર્ડમાં લઇ શકો છો વ્હોટ્સએપ ચેટ
- રિસ્ટોર માટે ઈ-મેઇલ :- વ્હોટ્સએપે પોતાના ગ્રાહકોને ઈ-મેઇલ આઇડી મારફતે વ્હોટ્સએપને સુરક્ષિત રાખવાની સુવિધા આપી છે જેની મદદથી તમે તમારા વ્હોટ્સએપને ફરીથી રિસ્ટોર કરી શકો છો. જો કોઇ ખોટા ઈ-મેઇલ આઇડીથી તમારા વ્હોટ્સએપને રિસ્ટોર કરવા ઇચ્છે છે તો રિસ્ટોર કરી શકશે નહીં.
- પેન ડ્રાઇવમાં લઇ શકો છો વ્હોટ્સએપ ચેટ :- વ્હોટ્સએપે તમને તમારા સમગ્ર ચેટના વીડિયો, ફોટો સહિત માઇક્રો એસડી કાર્ડ અને મેમરી કાર્ડમાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપી છે. તેના માટે તમારે ફોનના ફાઇલ મેનેજરમાં જઇને વ્હોટ્સએપના ફૉલ્ડરમાંથી કોપી કરી શકો છો.
- ગૂગલ ડ્રાઇવમાંથી ડિલીટ કરી શકો છો વ્હોટ્સએપ ચેટ બેકઅપ :- જો તમે વ્હોટ્સએપ ચેટ બેકઅપ લીધા બાદ ડિલીટ કરવા માંગો છો તો આ કામ તમે સરળતાથી કરી શકો છો. જીમેઇલમાં લોગ-ઇન કરીને ગૂગલ ડ્રાઇવથી તમે વ્હોટ્સએપ ચેટના બેકઅપને ડિલીટ કરી શકો છો.
- ચેટને એન્ડ્રોઇડથી આઇફોનમાં ટ્રાન્સફર કરી શકાતું નથી :- જો તમે આઇફોનનો ઉપયોગ કરી રહ્યા છો અને ઇચ્છો છો કે એન્ડ્રોઇડ ફોન પર વ્હોટ્સએપ ચેટનું બેકઅપ લેવું છે તો તે શક્ય નથી. તમે એન્ડ્રોઇડ ફોનથી આઇફોનમાં પોતાના વ્હોટ્સએપ ચેટને ટ્રાન્સફર કરી શકતા નથી, જો કે કેટલીય થર્ડ પાર્ટી સૉફ્ટવેરનો દાવો છે કે તે ટ્રાન્સફર કરી શકે છે.
source https://www.gujaratsamachar.com/news/science-technology/whatsapp-chats-leak-in-drugs-case-6-things-you-must-know-to-keep-your-chat-secure
0 Comment to "WhatsApp ચેટને લીક થતાં રોકવા માટે આ બાબતોનું ધ્યાન રાખો"
Post a Comment