Monday, 5 October 2020

હેપેટાઇટિસ સી નો ઇલાજ શોધનારા 3 વૈજ્ઞાનિકોને મેડિકલનો નોબેલ અપાશે


સ્ટોકહોમ, ૫,સપ્ટેમ્બર,૨૦૨૦,સોમવાર 

જુદા જુદા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન બદલ નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત થઇ ચુકી છે. આ વર્ષે ચિકિત્સા ક્ષેત્રનો નોબેલ હાર્વ દે આલ્ટર, માઇકલ હ્વયૂસ્ટન અને ચાર્લ્સ એમ રાઇને હેપેટાઇટિસ સી વાયરસની શોધ માટે આપવામાં આવશે. આ વૈજ્ઞાાનિકોેના શોધ સંશોધનના કારણે જ હેપેટાઇટિસ બીનો ઇલાજ શકય બન્યો છે. આ વૈજ્ઞાાનિકોએ હેપેટાઇટિસ સી ના દર્દીઓના લોહીની તપાસ અને દવાથી સારવાર શકય બનાવી છે. આ સંશોધનથી લાખો લોકોના જીવ બચાવી શકાયા છે. અગાઉ હેપેટાઇટટિસ સી ની તપાસ થાય તે પહેલા જ દર્દીઓના મોત થતા હતા. હાર્વે આલ્ટર અને ચાર્લ્સ રાઇસ અમેરિકન છે જયારે માઇકલ હ્વયૂસ્ટન બ્રિટનના છે. 


કોરોના મહામારી વચ્ચે મેડિસિનના નોબેલ પારિતોષિક માટે અનેક નોમિનેશન મળ્યા હતા આથી જ તો મેડિસિનનો નોબેલ કોને મળે છે તેની આતૂરતાથી રાહ જોવાતી હતી. આ સાથે જ આ આતૂરતાનો અંત આવ્યો છે. કોરોના મહામારીમાં વેકસીન અને મેડિસીનની શોધ માટે મેડિકલ સાયન્સ મથી રહયું છે ત્યારે આવનારા સમયમાં મેડિસીન ક્ષેત્રે કોરોના સંશોધન ક્ષેત્રમાં પણ નોબેલ મળી શકે છે. નોબેલ કમિટી હંમેશા માનવીય જીવન અને મૂલ્યો સાથે જોડાયેલા શોધ સંશોધનો અને કાર્યો માટે નોબેલ આપે છે જેના માટે નોબેલ પુરસ્કાર એક કરતા વધુ વ્યકિત સાથે વહેંચવામાં પણ આવે છે. ગત વર્ષ બ્રિટનના વૈજ્ઞાનિક પીટર રેડકલીફ અને અમેરિકી વૈજ્ઞાાનિક વિલિયમ કાએલિન અને ગ્રેગ સેમેજાને ચિકિત્સા ક્ષેત્રનો નોબેલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.  શરીરની કોશિકાઓ ઓકસીજનના ઓછા પ્રમાણને પારખીને કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેનો સમાવેશ થાય છે.

નોબેલ પુરસ્કાર વિજેતાને સોનાનો મેડલ ઉપરાત ૧ કરોડ સ્વીડીશ ક્રોનર એટલે કે ૧૧ લાખ ડોલર જેટલી રકમ આપવામાં આવે છે. થોડાક સમય પહેલા જ નોબેલ ફાઉન્ડેશને પોતાના ભંડોળમાં વધારો થતા નોબેલ પારિતોષિકની રકમમાં ૧૦ લાખ સ્વીડીશ ક્રોેનરનો વધારો કર્યો હતો. ચિકિત્સા વિજ્ઞાાનમાં સૌ પ્રથમ પુરસ્કાર ૧૯૨૩માં ઇન્સૂલિનની શોધ માટે આપવામાં આવ્યો હતો એ સમયે તેમની ઉંમર માત્ર ૩૨ વર્ષની હતી.૧૯૬૬માં પેટોન રુસને ૮૭ વર્ષે નોબેલ મળ્યો હતો. સૌથી ઉંમરલાયક નોબેલ વિજેતા વૈજ્ઞાાનિકે ટયૂમરથી પ્રેરિત વાયરસની શોધ કરી હતી.



source https://www.gujaratsamachar.com/news/science-technology/scientists-and-medical-science-nobel-prize-in-treating-hepatitis-c

Share this

0 Comment to "હેપેટાઇટિસ સી નો ઇલાજ શોધનારા 3 વૈજ્ઞાનિકોને મેડિકલનો નોબેલ અપાશે"

Post a Comment