કોપનહેગન,,૬ ઓકટોબર,૨૦૨૦, મંગળવાર
૨૦૨૦માં મેડિસીનનો નોબેલ એવોર્ડ હાર્વ દે આલ્ટર, માઇકલ હ્વયૂસ્ટન અને ચાર્લ્સ એમ રાઇને હેપેટાઇટિસ સી વાયરસની શોધ નોબેલ પુરસ્કારની જાહેરાત થયા પછી હવે ફિઝિકસ માટે બ્રિટનના રોજર પેનરોઝ, જર્મનીના રેનહાર્ડ ગેઝલ અને અમેરિકાના એન્ડ્રીયા ગેઝને ફિઝિકસનો નોબલ સયુકત રીતે જાહેર થયો છે. પાર્ટિકલથી માંડીને સ્પેસ સુધીના વિશાળ ક્ષેત્રનો ફિઝિકસમાં સમાવેશ થતો હોવાથી આ નોબેલ પુરસ્કાર મેળવવો ખૂબ પ્રતિષ્ઠા ભર્યો છે. ફિઝિકસ નોબેલ વિજેતા રોજર પેનરોઝે બ્લેક હોલ ફોર્મેશનથી જનરલ થિએરી ઓફ રિલેટિવિટી પ્રિડિકટ કરી શકાય છે એવું સંશોધન કર્યુ હતું. જયારે રેનહાર્ડ ગેઝલ અને એન્ડ્રીયા ગેઝે મિલ્કી વે ગેલેકસીના મધ્યમાં જોવા મળતા સુપરમેસિવના કોમ્પેકેટ ઓબ્જેકટની શોધ કરી હતી.
રોયલ સ્વીડીશ અકાદમી ઓફ સાયન્સના સેક્રટરી જનરલ હોરાન હેન્સને પુરસ્કારની જાહેરાત કરી હતી. આ પુરસ્કાર વિજેતાને ૧૧ લાખ ડોલરથી વધારે રકમ આપવામાં આવે છે. સંયુકત વિજેતાઓ હોય ત્યારે આ રકમ સરખા ભાગે વહેંચવામાં આવે છે. ફિઝિકસનો પુરસ્કાર સ્વીડીશ ઇન્વેન્ટર આલ્ફ્રેડ નોબેલના નામ પર આપવામાં આવે છે. ગત વર્ષ કેનેડા મૂળના કોસ્મોલોજિસ્ટ જેમ્સ પીબલ્સને બિગ બેંગ પછીના સમયના થિઓરીકલ સંશોધન માટે અને સ્વિસ એસ્ટ્રોનોમર મિચેલ મેયર અને ડીડીયર કુએલોઝને સોલર સિસ્ટમની બહારના ગ્રહના સંશોધન માટે સંયૂકત રીતે મળ્યો હતો.
આ અઠવાડિયું નોબેલ વિજેતાઓની જાહેરાતનું રહેશે
સોમવારે મેડિસિન અને મંગળવારે ફિઝિકસ ક્ષેત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત પછી આ સપ્તાહમાં જ કેમેસ્ટ્રી,સાહિત્ય અને પીસ નોબેલ પુરસ્કારની જાહેરાત થવાની છે.જયારે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર વિજેતાની જાહેરાત આવતા સપ્તાહના પ્રથમ દિવસે થશે, વિવિધ ક્ષેત્રમાં પ્રદાનમાં નોબેલની જાહેરાત છતાં પીસ નોબેલ ખૂબજ મહત્વનો છે કારણે કે તેમાં સામાન્ય જન પણ વિશેષ રસ પડતો હોય છે. પીસ રેસની જાહેરાત થવાની બાકી છે ત્યારે કેટલાક નામો ચર્ચાય છે જેની રેસમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ છે. ટ્રમ્પે ઇઝરાયલ અને અરબ દેશ યુએઇ વચ્ચે ઐતિહાસિક ડીલ કરાવીને મધ્ય એશિયામાં શાંતિ સ્થપાય તેનો મોટો પ્રયાસ કર્યો છે. અગાઉ છેલ્લે ડેમોક્રેટિક બરાક ઓબામાને અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ત્યારે ૨૦૦૮નો પીસ નોબેલ આપવામાં આવ્યો હતો.
source https://www.gujaratsamachar.com/news/science-technology/roger-penrose-reinhard-gazelle-and-andrea-gazel-receive-nobel-prize-in-physics
0 Comment to "રોજર પેનરોઝ, રેનહાર્ડ ગેઝલ અને એન્ડ્રીયા ગેઝને ફિઝિક્સનો નોબેલ મળશે"
Post a Comment