Wednesday, 23 September 2020

ફોન અનલોક હોવા છતાં કોઇ અન્ય વ્યક્તિ તમારા ફોનમાં ડોકાચિયું કરી શકશે નહીં

નવી દિલ્હી, તા. 23 સપ્ટેમ્બર 2020, બુધવાર 

આજકાલ મોટાભાગના લોકો પોતાના ફોનને લૉક કરીને રાખે છે જેથી કોઇ બીજું વ્યક્તિ તેનો ફોન ન ખોલી શકે. જો કે ક્યારેક-ક્યારેક તમારો ફોન ઓપન રહી જાય છે અને ઘરના સભ્ય તમારા ફોનમાં આવતાં મેસેજ વાંચી લે છે. ઘણીવાર એવા મેસેજ પણ હોય છે જે ખૂબ જ અંગત હોય છે જે તમે બીજા કોઇને બતાવી શકતા નથી. પરંતુ હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. એન્ડ્રોયડ સ્માર્ટફોનમાં એક એવું ફીચર હોય છે, જેની મદદથી તમારી મરજી વગર તમારો ફોન ચાલશે જ નહીં પછી ભલે ને ફોનનું લોક ઓપન રાખ્યું હોય. 

આ ફોન્સમાં આ ફીચર જોવા મળશે

આ ફીચરનું નામ છે પિન ધ સ્ક્રીન અને આ એન્ડ્રોયડ 5.0 વર્ઝનથી ઉપર તમામ સ્માર્ટફોનમાં જોવા મળે છે. આ ફીચર તે સમયે ખૂબ જ અસરકારક સાબિત થઇ શકે છે જ્યારે તમારે તમારો ફોન કોઇ બીજાના હાથમાં સોંપવાનો હોય છે. ઘણીવાર જોવા મળ્યુ છે કે મોટાભાગના લોકો એકવાર બીજાનો ફોન હાથમાં આવતા જ બીજી એપ્સમાં પણ ડોકાચિયું કરવા લાગે છે. એવામાં આ ફીચરની મદદથી તમે કોઇને પણ આમ ડોકાચિયાં કરતાં રોકી શકો છો. 

આ રીતે કામ કરે છે આ ફીચર

આ ફીચર મારફતે તમે કોઇ એક એપને સ્ક્રીન પર લોક/પિન કરી શકો છો. ત્યારબાદ કોઇ બીજી એપમાં જવા માટે લોકસ્ક્રીન પાસવર્ડની જરૂર પડે છે. 

આ રીતે આ ફીચરને સેટ કરી શકો છો

- સૌથી પહેલાં સ્માર્ટફોનની સેટિંગ્સમાં જાઓ. 

- હવે સિક્યોરિટી એન્ડ લોકેશનના ઑપ્શનમાં જાઓ. 

- અહીં એડવાન્સ્ડનું ઑપ્શન જોવા મળશે. 

- આ વિકલ્પમાં તમને સ્ક્રીન પિનિંગનું ઑપ્શન મળશે, તેનાપર ટેપ કરો. 

- જો આ ઑપ્શન ઑફ છે તો તેને ઑન કરી લો. 

- હવે જે એપને પિન કરવા ઇચ્છો છો તેને ઓપન કરો, ત્યારબાદ Recent Appsનાં ઑપ્શનમાં જાઓ. 

- હવે એપ પર લૉન્ગ પ્રેસ કરો અને પિનના ઑપ્શનને પસંદ કરી લો. 

- ત્યારબાદ બીજા એપ પર જવા માટે હોમ અને બેક બટન એક સાથે દબાવવાનું રહેશે અને લોકસ્ક્રીન પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. 



source https://www.gujaratsamachar.com/news/science-technology/this-is-how-screen-pinning-feature-will-not-let-anyone-to-open-other-apps-on-your-smartphone

Share this

0 Comment to "ફોન અનલોક હોવા છતાં કોઇ અન્ય વ્યક્તિ તમારા ફોનમાં ડોકાચિયું કરી શકશે નહીં"

Post a Comment