Wednesday, 23 September 2020

ગ્લોબલ વોર્મિંગની અસર : આર્કટિક મહાસાગરમાં બરફ પિગળવાનો રેકોર્ડ તુટ્યો

આર્ટિક, તા. 23 સપ્ટેમ્બર 2020, બુધવાર

ગ્લોબલ વોર્મિંગના કારણે આર્કટિક મહાસાગરમાં બરફ પિગળવાનું સતત શરુ જ છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે જે રીતે બરફ પિગળી રહ્યો છે તે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખશે. નેશનલ સ્નો એનેડ આઇસ ડેટા સેન્ટરના સંશોધકોએ જણાવ્યું કે 15 સપ્ટેમ્બરના રોજ એવી આશંકા હતી કે સૌથી વધારે બરફ પિગળી જશે. સમુદ્રમાં જે બરફ રહેલો છે તેની ઉપગ્રહના માધ્યમથી તસવીર લેવાનું અને મોનિટર કરવાનું કામ ચાર દાયકા પહેલા જ શરુ થઇ ગયું છે. ત્યારે 2012ના વર્ષથી જ બરફ સતત ઘટી રહ્યો છે.

સૌથી પહેલા જ્યારે બરફનું માપ કાઢવામાં આવ્યું તો તે 1.32 મિલિયન વર્ગ મીલ હતું. ત્યારબાદથી તેમાં દર વર્ષે સતત ઘટાડો થઇ રહ્યો છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ બધુ જલવાયુ પરિવર્તનના કારણે થઇ રહ્યું છે. તો એક મત વો પણ છે કે જંગલોમાં લાગતી ભયાનક આગ અને આ ગ્લેશિયર્સના પિગળવા વચ્ચે સંબંધ છે. તો બીજી તરફ સૂરજની ગરમીના કારણે સમુદ્રી બરફ પિગળી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આ બધા કારણોસર આર્કટિકનો બરફ પિગળી રહ્યો છે. 

સંશોધકોના જણાવ્યા પ્રમાણે આર્કટિક વિસ્તારના જળવાયુમાં અન્ય બે બદલાવ જોવા મળ્યા છે. જેમાં એક છે હવાના તાપમાનમાં વદારો અને બીજુ વરસાદના દિવસોમાં ફેરફાર. ઉલ્લેખનીય છે કે આર્કટિક દુનિયાના એવા વિસ્તારોમાંનો એક છે જે જળવાયુ પરિવર્તનના કારણે સૌથી વધારે પ્રભાવિત છે. જો આ જ રીતે બરફ પિગળતી રહેશે તો ટૂંક સમયમાં અનેક ગ્લેશિયર ગગાયબ થઇ જશે. દર વર્ષએ ગરમીના પ્રમાણમાં તો વધારો થઇ રહ્યો છે, પરંતુ સામે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે.




source https://www.gujaratsamachar.com/news/science-technology/impact-of-global-warming-arctic-ice-melts-record-breaking

Share this

0 Comment to "ગ્લોબલ વોર્મિંગની અસર : આર્કટિક મહાસાગરમાં બરફ પિગળવાનો રેકોર્ડ તુટ્યો"

Post a Comment