નવી દિલ્હી, તા. 24 સપ્ટેમ્બર 2020, ગુરુવાર
ગૂગલ ડૂડલની સાથે આજે ભારતીય લાંબા અંતરના તરણવીર આરતી સાહાનો 80મો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે. તેમનો જન્મ વર્ષ 1940માં કોલકતામાં 24 સપ્ટેમ્બરના રોજ થયો હતો. આરતી સાહા ઇંગ્લિશ ચેનલને પાર કરનાર પ્રથમ એશિયાઇ મહિલા હતાં. એક એવું સાહસ જે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરવા સમાન માનવામાં આવે છે. તેમણે કેપ ગ્રિસ નેઝ, ફ્રાન્સથી સેન્ડગેટ, ઇંગ્લેન્ડ સુધી 42 માઇલનું અંતર નક્કી કર્યુ હતું. ગૂગલ ડૂડલમાં તેમની તસ્વીર દર્શાવવામાં આવી છે.
જાણો, આરતી સાહા વિશે કેટલીક બાબતો...
- સાહાએ પોતાનું પ્રથમ સ્વિમિંગ માટેનું ગોલ્ડ મેડલ ત્યારે જીત્યું હતું જ્યારે તેઓ માત્ર પાંચ વર્ષના હતા. માત્ર 19 વર્ષની ઉંમરમાં તેમણે ઇંગ્લિશ ચેનલને પાર કરીને વિશ્વને આશ્ચર્યમાં મુકી દીધું હતું.
- 11 વર્ષની ઉંમરમાં સાહા ફિનલેન્ડની હેલસિન્કીમાં વર્ષ 1952ના સમર ઑલિમ્પિકમાં નવા સ્વતંત્ર ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ટીમની સૌથી ઓછી ઉંમરનાં સભ્ય બન્યા હતા.
- 18 વર્ષની ઉંમરમાં સાહાએ ઇંગ્લિશ ચેનલને પાર કરવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો, જો કે તેમાં આરતી સાહા નિષ્ફળ રહ્યા પરંતુ તેમણે ક્યારેય હાર માની ન હતી.
- ઠીક એક મહીના પછી તેમણે પોતાની આ સાહસની સફર પૂર્ણ કરવા માટે કેટલાય માઇલની પાણીનાં મોજાંઓ અને પાણી વહેણ પર વિજય હાંસલ કર્યો હતો. જે સમગ્ર ભારતની મહિલાઓ માટે એક ઐતિહાસિક જીત હતી.
- સાહા વર્ષ 1960માં પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા બન્યા હતા.
- ભારતીય ટપાલે તેમના જીવનથી મહિલાઓને પ્રેરિત કરવા માટે વર્ષ 1998માં એક ટપાલ ટિકિટ પણ જાહેર કરી હતી.
- તેમણે તેમાના 6 વર્ષના સ્ટેટ કરિયરમાં વર્ષ 1945 થી 1951 દરમિયાન 22 ઇનામ જીત્યા હતા.
source https://www.gujaratsamachar.com/news/science-technology/arati-saha-google-doodle-on-first-asian-woman-to-swim-across-english-channel
0 Comment to "Google Doodle : કોણ છે આ ભારતની જલપરી?"
Post a Comment